લેબની વિઝીટ કરી પોઝિટિવ રિપોર્ટ આપવા બદલ રૂ.૨૧,૦૦૦ની લાંચ માંગી હતી
વડોદરા ખાતે ફરજ બજાવતા સંશોધન અધિકારી (કાર્યપાલક ઇજનેર) વર્ગ-૧ આણંદભાઈ નરેન્દ્રભાઈ ખરેડીયા તથા સિનિયર સાયન્ટિફિક આસીસ્ટન્ટ જીગરભાઈ કલસીંગભાઈ ભુટિયા રૂ.૨૧,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા હતા. ફરિયાદીની લેબની વિઝીટ કરી પોઝિટિવ રિપોર્ટ આપવાના બદલામાં બંને આરોપીઓએ રૂ.૨૧,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને લાંચની રકમ સ્વીકારતા બંનેને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ મામલે સંબંધિત એજન્સી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(રિપોર્ટ : અનિલ ઠક્કર)
![]()
