સિદ્ધપુર હોમગાર્ડ યુનિટ દ્વારા માનવતા અને સામાજિક સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ હોમગાર્ડ જવાન અમરતભાઈ દુધાભાઈ સોલંકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમજ તેમના પરિવારને આર્થિક સહારો પૂરો પાડવાના હેતુથી યુનિટના સભ્યો દ્વારા ફાળો એકત્રિત કરી પરિવારને આર્થિક સહાય અર્પણ કરવામાં આવી હતી.
આ સેવાકીય કામગીરી પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી સંજયભાઈ ઠાકોર, જિલ્લા હેડ ક્લાર્ક શ્રી જે. એન. પરમાર તથા પાટણ ડિવિઝનલ કમાન્ડન્ટ શ્રી ગણપતભાઈ મકવાણાની આગેવાની હેઠળ કરવામાં આવી હતી.

આ પ્રસંગે સિદ્ધપુર હોમગાર્ડ યુનિટના ઇન્ચાર્જ ઓ.સી. કપુરજી, ફુલચંદ શ્રીમાળી, બાકીર પટેલ સહિત યુનિટના સભ્યોએ સહયોગ આપ્યો હતો. તમામ સભ્યોએ એકત્રિત કરેલો ફાળો સ્વર્ગસ્થ અમરતભાઈ સોલંકીના પરિવારને અર્પણ કરી દુઃખની આ ઘડીમાં પરિવાર પ્રત્યે સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
હોમગાર્ડ જવાનના નિધન બાદ તેમના પરિવારની પડખે ઊભા રહી આર્થિક સહાય પૂરી પાડવાની આ પહેલ દળના સભ્યો વચ્ચેની એકતા, પરસ્પર સહકાર અને માનવતાની ભાવનાને ઉજાગર કરે છે.
સિદ્ધપુર હોમગાર્ડ યુનિટની આ પહેલ સમાજમાં માનવતા અને સેવાભાવનો સંદેશ આપે છે.
(રિપોર્ટ : પ્રકાશસિંહ પાટણ)
![]()
