ગુજરાત સરકાર દ્વારા પસાર કરાયેલા ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક માં જમીનના ખરીદ-વેચાણ, હક્ક પત્રક (મ્યુટેશન એન્ટ્રી) અને વહીવટી પ્રક્રિયાઓને સરળ, ઝડપી તથા ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે મહત્વના સુધારાઓ કરવામાં આવ્યા છે:
તે જ દિવસે નોંધ પ્રમાણિત (Same-Day Mutation):
જમીન વેચાણના સાચા દસ્તાવેજ થયા બાદ e-Dhara કે ડિજિટલ માધ્યમથી થતી જમીન વેચાણની નોંધ (Mutation Entry) હવે લંબાવવાને બદલે ઝડપથી/તે જ દિવસે પ્રમાણિત થઈ શકશે, જેથી સરકારી કચેરીઓના ધક્કા મુક્તિ મળશે.
ખોટા અને બોગસ વાંધાઓ પર રોક: અગાઉ વચેટિયાઓ કે લેભાગુ તત્વો જમીન નોંધ સામે બોગસ વાંધાઓ ઊભા કરીને પ્રક્રિયા અટકાવતા હતા, તેને ડામવા માટે વાંધા અરજી અને તેની મુદતના નિયમો વધુ સખત બનાવાયા છે.
પ્રેક્ટિકલ અને સમયમર્યાદા (Timelines): અલગ-અલગ પ્રકારના વિવાદો અને બેંક બોજા નોંધણી કે મુક્તિ માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે જેથી અરજીઓ વર્ષો સુધી પેન્ડિંગ ન રહે.
અગાઉના વિવાદોમાંથી રાહત (Compounding of Breaches): જમીનના વપરાશમાં ભૂતકાળમાં થયેલા નિયમભંગ અંગે જરૂરી દંડ/પ્રીમિયમ ભરી દીધા બાદ સમાંતર કેસો અને મુકદ્દમા આપોઆપ બંધ થઈ જશે, જેથી જમીન માલિકોને ક્લીયર ટાઇટલ મળી શકે. ડિજિટાઇઝેશન અને પારદર્શિતા (Ease of Living): સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન અને પારદર્શક બનાવવામાં આવી છે જેથી ખેડૂતો અને જમીન ધારકોને કાનૂની ગૂંચવણોમાંથી મુક્તિ મળે અને બેંક લોન કે અન્ય સરકારી કામકાજ સરળતાથી થઈ શકે.
(રિપોર્ટ : મહેશ ખેર)
![]()
