જાંબુઘોડા મામલતદાર કચેરીમાં રૂ. 25 હજારની લાંચ લેતા કલાર્ક ACBના હાથે ઝડપાયા
જાંબુઘોડા: પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે આવેલી મામલતદાર કચેરીની એટીવીટી શાખામાં ફરજ બજાવતા કલાર્ક સુરપાલસિંહ ભુરસિંહ ઝાલા રૂ. 25,000ની લાંચ લેતા ઝડપાઈ ગયા હોવાની માહિતી સામે આવી છે.
મળતી માહિતી મુજબ, ફરિયાદી દ્વારા મામલતદાર કચેરી, જાંબુઘોડા ખાતે જમીનમાં નામ દાખલ કરવા માટે અસીલ વતી અરજી કરવામાં આવી હતી. આ અરજી અંગેની કાર્યવાહી કરી જમીનની નોંધ પાડવા માટે આરોપી કલાર્ક દ્વારા ફરિયાદી પાસે રૂ. 25,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી.
ફરિયાદીએ આ અંગે સંબંધિત એજન્સીનો સંપર્ક કરતા લાંચની માંગણીની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન કલાર્ક સુરપાલસિંહ ભુરસિંહ ઝાલા રૂ. 25,000ની લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા. સરકારી કચેરીમાં લાંચખોરી સામેની કાર્યવાહીને પગલે ચકચાર મચી છે.
(રિપોર્ટર : અનિલ ઠક્કર)
![]()
