રાપર : શ્રી રામ જન્મ મહોત્સવ સમિતિ, રાપર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જન્મ મહોત્સવની ભવ્ય અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સર્વ હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાઈ ભક્તિભાવપૂર્વક મહોત્સવની ઉજવણી કરી હતી.
શ્રીકૃષ્ણ જન્મોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ખાસ કરીને દેવીપૂજક સમાજ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમાજના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મટકી ફોડવાનો લાભ મેળવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન “જય શ્રીકૃષ્ણ”ના જયઘોષથી રાપરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સર્વ હિન્દુ સમાજના સહયોગ અને ઉપસ્થિતિથી જન્મ મહોત્સવને વિશેષ ભવ્યતા પ્રાપ્ત થઈ હતી.
(રિપોર્ટર : અનિલ ઠક્કર)
![]()
