ભચાઉ/કચ્છ: કચ્છના ધોળાવીરા નજીક આજે બપોરે ૨:૫૪ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૯ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.
ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી આશરે ૧૯ કિમી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં નોંધાયું હતું. આંચકો અનુભવાતા સ્થાનિક લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો.
ભૂકંપની તીવ્રતા મધ્યમ હોવાથી હાલ સુધીમાં જાનમાલના નુકસાન અંગે કોઈ અહેવાલ સામે આવ્યો નથી. નોંધનીય છે કે તાજેતરમાં જ કચ્છ વિસ્તારમાં એક જ દિવસમાં બે ભૂકંપના કંપન નોંધાયા હતા. કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો નોંધાતા લોકોમાં ચર્ચા શરૂ થઈ છે.
(રિપોર્ટર : અનિલ ઠક્કર)
![]()
