એક જાગૃત નાગરીક દ્વારા આરોપી જયસુખભાઇ જાગાભાઇ જીડિયા, ઉ.વ.૩૦ પોલીસ હેડ કોન્સટેબલ, ચોટીલા પોલીસ સ્ટેશન
આ બનાવ ચોટીલા પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં પાછળના ભાગે ડીસ્ટાફ ઓફિસના દરવાજાની સામે સામે બન્યો હતો
ફરીયાદીશ્રીના ગામના માણસો વિરૂધ્ધમાં ચોટીલા પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો દાખલ થયેલ હતો. તે ગુનાના આરોપીઓના જામીન કરાવવાના અવેજપેટે આ કામના આરોપીએ ફરીયાદીશ્રી પાસે રૂા.૨૭,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ અને આ લાંચની રકમ આક્ષેપિતને બે-ત્રણ દિવસમાં આપવાની વાતચીત કરેલ હોય જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરી ફરીયાદ આપેલ જે ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનુ આયોજન કરેલ, જે લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૨૭,૦૦૦/-સ્થળ પર સ્વીકારી પકડાઇ જઇ ગુનો ની કબૂલાત કરી હતી. અને રકમ રિકવર કરવામાં આવી હતી
ટ્રેપીંગ અધિકારી :- શ્રી આર.કે.સોલંકી, ફિલ્ડ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. રાજકોટ એકમ , રાજકોટ
(રીપોર્ટ : મહેશ ખેર)
![]()
