એકલી જઈ રહેલી મહિલાના ગળામાંથી ચેન ખેંચી ત્રણ બાઇક સવાર ફરાર
ચીલઝડપની સમગ્ર ઘટના CCTVમાં કેદ
જાહેર રોડ પર બનેલી ઘટનાથી સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા. પોલીસે CCTVના આધારે તપાસ તેજ કરી
અંજારના માધવબાગ વિસ્તારમાં ધોળા દિવસે ચીલઝડપની ઘટના સામે આવી છે. એકલી જઈ રહેલી મહિલાના ગળામાંથી ચેન ખેંચી ત્રણ બાઇક સવાર શખ્સો ફરાર થઈ ગયા હતા. જાહેર રોડ પર બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ચકચાર મચી છે.
ચીલઝડપની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે. ચીલઝડપ કરનાર શખ્સોને ઝડપી પાડવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(રિપોર્ટ : અનિલ ઠક્કર)
![]()
