મળતી વિગતો અનુસાર, ડી.જી.પી., બોર્ડર રેન્જ આઈજીપી ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના ડીવાયએસપી સાગર સાંબડા દ્વારા દુષ્કર્મ તથા અપહરણના અટકાવવા તેમજ આરોપીને શોધવા આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એલ. ખટાણા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
રાપર પોલીસ સ્ટેશનમાં ગત તા. ૨૨/૦૯/૨૦૨૬ના રોજ દાખલ ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પોલીસે એક્શન પ્લાન બનાવી ટેકનીકલ એનાલીસીસ અને હ્યુમન સોર્સીસની મદદ લીધી હતી.

બાતમીના આધારે બાદરગઢ ગામના વોન્ટેડ આરોપી રમેશ ઉર્ફે ભોજા ભીખાભાઈ સોલંકી ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ સમગ્ર કામગીરી રાપર પોલીસ ઇન્સપેક્ટર આર.એલ. ખટાણા, પીએસઆઈ એચ.વી. કાતરીયા તથા રાપર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
(રિપોર્ટર : અનિલ ઠક્કર)
![]()
