રાપર પોલીસની કામગીરી: ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી આરોપી ઝડપાયો
“લૂંટેરી દુલ્હન ગેંગ” સંબંધિત ગુનામાં છેલ્લા બે મહિનાથી નાસતા ફરતા આરોપીને રાપર પોલીસે અમદાવાદમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાપર પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 11993010260432/2026, ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 316(2), 318(4) અને 61(2) મુજબ ગુનો નોંધાયો હતો.

રાપર પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણાએ આ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી “લૂંટેરી દુલ્હન ગેંગ”ના આરોપી મનોજ ઉર્ફે મધરમ જયંતિભાઈ ચુનારા (દેવીપૂજક), ઉંમર 39 વર્ષ, રહે. ચુનારા વાસ, વટવા, અમદાવાદને અમદાવાદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ બાદ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી રાપર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એલ. ખટાણા, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શ્રી એચ.વી. કાતરિયા તથા રાપર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
(રિપોર્ટર : અનિલ ઠક્કર)
![]()
