પૂર્વ કચ્છ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવાની ઝુંબેશ અંતર્ગત ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. જે. હુણના નેતૃત્વ હેઠળ પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન મળેલી ખાનગી અને સચોટ બાતમીના આધારે વેકરા ગામની સીમમાં આવેલ ભક્તા વાડીના પતરાના શેડ નીચે ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર પંચોને સાથે રાખી અચાનક દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન ત્યાં ગોળ કુંડાળું વળી ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહેલા શખ્સોમાં પોલીસ સ્ટાફને જોઈ નાસભાગ મચી ગઈ હતી. આરોપીઓ હાથમાં રહેલા ગંજીપાના પટમાં ફેંકી નાસવા જતાં પોલીસે ચારેય તરફથી કોર્ડન કરી કુલ ૧૯ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા ૧,૧૦,૦૩૦/-, રૂ. ૫૨,૫૦૦/- ની કિંમતના ૧૨ નંગ મોબાઈલ ફોન, રૂ. ૩,૨૦,૦૦૦/- ની કિંમતના ૧૦ નંગ મોટરસાયકલ, રૂ. ૨,૫૦,૦૦૦/- ની કિંમતની એક સ્વિફ્ટ કાર તથા ગંજીપાના મળી કુલ રૂ. ૭,૩૨,૫૩૦/- નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીઓ:
(૧) હરીસિંહ જેરૂભા વાઘેલા (ઉં.વ. ૪૨), (૨) અખાભાઈ ભીમાભાઈ મકવાણા (ઉં.વ. ૫૦), (૩) રમેશભાઈ વેલાભાઈ ઝાલા (ઉં.વ. ૩૦), (૪) અજીતભાઈ માદેવાભાઈ પરમાર (ઉં.વ. ૨૧), (૫) સુનીલ પ્રભુભાઈ કોલી (ઉં.વ. ૨૬), (૬) પ્રવિણભાઈ મોમાયાભાઈ પરમાર (ઉં.વ. ૨૯, હાલ રહે. મુંદ્રા, મૂળ રહે. કિડીયાનગર), (૭) રમેશભાઈ ખીમાભાઈ મકવાણા (ઉં.વ. ૨૯), (૮) રણજીત સુરાજી પરમાર (ઉં.વ. ૪૬), (૯) વિપુલ સામજી પરમાર (ઉં.વ. ૩૪), (૧૦) હિતેશ દુદાભાઈ પરમાર (ઉં.વ. ૨૭), (૧૧) વિહાભાઈ પરબતભાઈ રાજપુત (ઉં.વ. ૨૯), (૧૨) પ્રવિણ ભીમજીભાઈ પરમાર (ઉં.વ. ૪૨), (૧૩) વીરાભાઈ રાધાભાઈ પરમાર (ઉં.વ. ૪૧), (૧૪) કિરણ વિશાભાઈ રાઠોડ (ઉં.વ. ૨૫), (૧૫) ગાંગાભાઈ રાણાભાઈ પરમાર (ઉં.વ. ૪૦), (૧૬) સામતાભાઈ નામેરીભાઈ મકવાણા (ઉં.વ. ૫૮), (૧૭) સતિષ પરબત રાઠોડ (ઉં.વ. ૩૩), (૧૮) સંજય પ્રભુભાઈ કોલી (ઉં.વ. ૨૯) – (તમામ રહે. કિડીયાનગર, તા. રાપર) તથા (૧૯) શિવભા દલાજી પરમાર (ઉં.વ. ૩૦, હાલ રહે. મુંદ્રા, મૂળ રહે. કિડીયાનગર, તા. રાપર)નો સમાવેશ થાય છે.
આ સફળ કામગીરી ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. જે. હુણ તથા સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
![]()
