આ પ્રસંગે સંસ્કાર થકી શિક્ષણ શોભે છે આ કાર્યક્રમમાં ૧૪૨ વિદ્યાર્થીઓ પુરસ્કૃત કરાયા.
શ્રી રાપર લોહાણા મહાજન સંચાલિત અને શ્રી રાપર લોહાણા યુવક મંડળ આયોજિત દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જ્ઞાતિના તેજસ્વી તારલાઓને બિરદાવવા માટે એક ભવ્ય ‘સરસ્વતી સન્માન કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. *રાપર લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજેશભાઈ ચંદેના અધ્યક્ષ સ્થાને* ગત તા. ૨૭-૦૯-૨૦૨૬ ને રવિવારના રોજ સાંજે ૪:૦૦ કલાકથી શ્રી જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલય મધ્યે આ ગૌરવવંતો સમારોહ યોજવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓનું બહુમાન:
આ શૈક્ષણિક મહોત્સવમાં જ્ઞાતિના બાળવાટિકાથી લઈ ધોરણ ૧૨ સુધીના ૮૨ તેમજ ઉચ્ચ અભ્યાસના કોલેજિયન ૨૪ વિદ્યાર્થીઓ મળી કુલ ૧૦૬ તેજસ્વી પ્રતિભાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, અન્ય ૩૬ વિદ્યાર્થીઓને પણ તેમની શૈક્ષણિક સજ્જતા બદલ પ્રોત્સાહક ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા.

રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિ અને પ્રવચનો:
કાર્યક્રમની શરૂઆતમાં શ્રી બળવંતલાલ મીરાણી દ્વારા ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત અને પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. આ અવસરે શ્રી જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલયની બાળાઓ અને શ્રી રાપર લોહાણા મહિલા મંડળ પ્રેરિત બાળકો દ્વારા છ જેટલા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. મંચસ્થ મહાનુભાવોએ પોતાના પ્રેરક ઉદ્બોધનો દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં વધુ પ્રગતિ કરવા અને સમાજનું નામ રોશન કરવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
ઉદાર હાથે દાનની સરવાણી:
સમાજની શૈક્ષણિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે અખિલ કચ્છ લોહાણા મહાજન દ્વારા રૂ. ૫૦,૦૦૦/- નો ચેક શ્રી નીતિનભાઈ પુજારા અને શ્રી વિપુલભાઈ રાજદેના હસ્તે રાપર લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજેશભાઈ ચંદેને અર્પણ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર સમારોહના ભોજન સમારંભ તથા ચા – કોફી ના દાતા તરીકે અ.નિ. દમયંતીબેન બાબુલાલ પુજારા,બાબુલાલ મોહનલાલ પુજારા પરિવારે સેવા આપી હતી. જ્યારે તમામ વિદ્યાર્થીઓને વિતરીત કરાયેલા ઇનામોના મુખ્ય દાતા તરીકે શ્રીમતી કવિતાબેન વિનોદભાઈ મજેઠીયા રહ્યા હતા, જે બદલ મહાજન પરિવારે તમામ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ:
સમારોહમાં કચ્છ ઝોન લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી અશોકભાઈ કારિયા, આદિપુર લોહાણા મહાજનના પ્રમુખ શ્રી મનીષભાઈ મજીઠીયા, ભચાઉ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ કોટક, સામખયાળી લોહાણા મહાજનના પ્રમુખ શ્રી નવીનભાઈ કારીયા, રાપર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચાંદભાઈ ભીંડે તેમજ રાપર તાલુકા લોહાણા મહાજનના પ્રમુખ શ્રી કાંતિલાલ નાથાણી સહિતના આગેવાનોએ ખાસ હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો હતો.
આ ઉપરાંત રાપર લોહાણા મહાજનના હોદ્દેદારો ઉપ પ્રમુખશ્રીઓ રસિકલાલ આદુઆણી, ભોગીલાલ મજીઠીયા, બળવંતલાલ મીરાણી, મહામંત્રી શ્રી પ્રભુલાલ રાજદે, મંત્રી શ્રી પ્રફુલભાઈ ચંદે, ખજાનચી શ્રી વિનોદભાઈ મજેઠીયા તેમજ સંગઠન મંત્રી શ્રી હસમુખલાલ રૈયા ઉપસ્થિત રહ્યા હતા. મહિલા મંડળના પ્રમુખ સર્વશ્રી સરસ્વતીબેન ચંદેની આગેવાનીમાં નયનાબેન કારીયા, ભાવનાબેન ભીંડે, વસંતીબેન ચંદે, દક્ષાબેન પલણ, ગૌરીબેન રામાણી, ભાવનાબેન ચંદે, રીટાબેન રાજદે, ચેતનાબેન ચંદે, દમયંતીબેન નાથાણી, ડૉ. યોગીતાબેન ઠક્કર, મંજુબેન મજીઠીયા, ચંપાબેન ગંધા, રૂખીબેન પુજારા, માલતીબેન કાથરાણી વગેરે મહિલા પાંખની બહેનો તેમજ બહોળી સંખ્યામાં લોહાણા સમાજના ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.
સફળ સંચાલન અને આયોજન:
સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન શ્રી હસમુખભાઈ રૈયા અને શ્રી પ્રફુલભાઈ ચંદે દ્વારા સંભાળવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે રાપર લોહાણા યુવક મંડળના પ્રમુખ શ્રી મહેશભાઈ ચંદેના નેતૃત્વમાં કલ્પેશ રાજદે, રાહુલ કારીયા, ભરત ચંદે, વિપુલ મજીઠીયા, હિતેશ મજીઠીયા, અમિત રામાણી, વિશાલ મીરાણી, ભાવિક ચંદે, જયદીપ રૈયા, આનંદ રામાણી અને મોહિત ચંદે સહિતની યુવા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં શ્રી મહેશભાઈ ચંદે દ્વારા ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમારોહ બાદ જ્ઞાતિજનોએ સમૂહ પ્રસાદનો લાભ લીધો હતો.
(રિપોર્ટર : અનિલ ઠક્કર)
![]()
