દુધઈના બુઢારમોરા ગામ નજીક કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ દુધઈ પોલીસની જનરક્ષક 112 ટીમ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ઘટનાસ્થળે દોડી પહોંચી હતી.
ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ રામજીભાઈ જોષીએ પરિસ્થિતિની ગંભીરતા સમજી અકસ્માત પીડિતને તાત્કાલિક સારવાર માટે દુધઈ CHC ખાતે ખસેડ્યો હતો.
સમયસર સારવાર મળતા અકસ્માત પીડિતનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. મહત્વની વાત એ છે કે, 108 પહોંચે તે પહેલાં 112 ઘટનાસ્થળે પહોંચી ગઈ અને પોલીસની આ સમયસૂચકતા જીવન બચાવનારી સાબિત થઈ.
આ સમગ્ર કામગીરીની પૂર્વ કચ્છ-ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારે નોંધ લઈ પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ જોષીની કામગીરીને બિરદાવી હતી અને ભવિષ્યમાં પણ આવી ઉત્કૃષ્ટ કામગીરી કરવા શુભેચ્છા પાઠવી હતી.
(રિપોર્ટ : બાબુભાઈ આહીર)
![]()
