પૂર્વ-કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા “NO DRUGS IN KUTCH CAMPAIGN” અંતર્ગત આડેસર પોલીસે ચેકપોસ્ટ પરથી માદક પદાર્થ પોષડોડા સાથે એક ટ્રક ડ્રાઇવરને ઝડપી પાડ્યો છે. આડેસર પોલીસ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન પાટણ જિલ્લાના સાંતલપુર તરફથી કચ્છમાં પ્રવેશતા એક ટ્રેઇલર ને રોકી તપાસ હાથ ધરાઈ હતી.
તપાસ દરમિયાન ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા શખ્સ દુર્ગારામ રેખારામ જાટ પાસેથી ગેરકાયદેસર ૩૭૩.૦૫૦ ગ્રામ પોષડોડાનો ભૂકો મળી આવ્યો હતો. પોલીસે માદક પદાર્થ, મોબાઈલ, રોકડ રકમ તેમજ રૂ. ૨૦ લાખની કિંમતનું ટ્રેઇલર મળી કુલ રૂ. ૨૦,૦૬,૨૯૫/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી વિરુદ્ધ આડેસર પોલીસ મથકે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ગાગોદર પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે.
આ કામગીરીમાં આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર જે બી આચાર્ય સહિતનો પોલીસ સ્ટેશન સ્ટાફ જોડાયો હતો.
(રિપોર્ટ : બાબુભાઈ આહીર)
![]()
