રાજ્યમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લા તંત્ર દ્વારા વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે કચ્છ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારાતા. ૨૧ સપ્ટેમ્બરથી ૯ ઓક્ટોબર દરમિયાન ગ્રામ્યસ્તરે ૯ તાલુકાના ૫૧ ક્લસ્ટરમાં ‘સેવાસેતુ ૨.૧’નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામ્ય તથા શહેરીક્ષેત્રમાં “સેવાસેતુ ૨.૧” કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિવિધ સ્થળે આયોજીત “સેવા સેતુ કાર્યક્રમ”ના માધ્યમથી નાગરિકોને વિવિધ સેવાઓના લાભ ઘર-આંગણે આપવામાં આવ્યા હતા. ત્યારે આડેસર ગામે સેવસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ મા. રાપર તાલુકા ના તાલુકા વિસ્તરણ અધિકારી. ખોડુભા વાઘેલા. જિલ્લા પંચાયત સદશ્ય જયદીપસિંહ જાડેજા. તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ. ભરત ભાઈ રાજપૂત. જિલ્લા પંચાયત ના પૂર્વ સદશ્ય ભગાભાઇ આહીર ગામ અને સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમ મા આવેલ અરજીઓ
1.પશુપાલન વિભાગ માટે . 2
2.ગંગા સ્વરૂપા સહાય યોજના . 4
3.પ્રધાનમંત્રી આરોગ્ય યોજના. 24
4.પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધિ. 15
5.સોઇલ હેલ્થ કાર્ડ. 11
6.માતૃશક્તિ (CDPO). 9
7.I.C.D.S બાળકો ના આધાર કાર્ડ. 40
7.કિશાન ક્રેડિટ કાર્ડ. 10
8.આવકના દાખલા. 15
9.જાતિના દાખલા. 8
10.રાશનકાર્ડ. 72
11.આધારકાર્ડ. 45
12.વિધવા સહાય. 5
રાજ્ય સરકાર દ્વારા સામાન્ય જનતા સુધી શાસનનાં વિવિધ સેવાઓનો લાભ સહેલાઈથી અને એક જ સ્થળે મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ કાર્યક્રમ મા આધારકાર્ડ અન્ય એક બે કામ સિવાય કોઈ પણ કામ સ્થળ પર કરવામાં આવ્યું નથી. સ્થળ પર માત્ર અરજીઓ સ્વીકારવામાં આવી છે. જયારે આમ નાગરિક આશા રાખી આવતા હોય કે અમારું સરકારી કામ ઘર આંગણે થશે. જોવાનું એ રહ્યું આવેલ અરજી ના બાકીના રહેલ કામનો નિકાલ કેટલા દિવસ થશે.
(રિપોર્ટ : મહેશ ખેર)
![]()
