રાપર: ફતેહગઢ ખાતે રબારી યુવાન પર થયેલા ફાયરિંગના બનાવમાં સંડોવાયેલા બે આરોપીઓને પૂર્વ કચ્છ પોલીસે તાત્કાલિક ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા વાગડ રબારી સમાજના આગેવાનો દ્વારા પોલીસ તંત્રની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
ફાયરિંગની ઘટનાને ગંભીરતાથી લઈ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ઝડપી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની કામગીરીના પરિણામે કેસમાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસની આ ત્વરિત કાર્યવાહી બદલ વાગડ રબારી સમાજના આગેવાનો દ્વારા પોલીસ અધિકારીઓ તથા ટીમનું અભિનંદન સાથે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડા, LCB PI જે.એમ. વાળા, રાપર PI આર.એલ. ખટાણા સહિત LCB ટીમ અને રાપર પોલીસની કામગીરીને સમાજના આગેવાનોએ વખાણી હતી.
સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, ગંભીર બનાવમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીઓને પકડી પાડતાં લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવી રહેલી કામગીરીને સમાજ તરફથી આવકારવામાં આવી હતી.
આ પ્રસંગે વાગડ રબારી સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ અધિકારીઓ તથા પોલીસ ટીમને શુભેચ્છા પાઠવી હતી.
(રિપોર્ટર : સૂરજ લુહાર)
![]()
