આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલા અને નાસતા-ફરતા “લોટા ગેંગ”ના સાગરીતને આડેસર પોલીસે ઝડપી લેવામાં સફળતા મેળવી છે. ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. આચાર્યના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે વોરંટ કામના આરોપી અનૂપનાથ ગુલાબનાથ ને ઝડપી પાડ્યો હતો. આડેસર પોલીસ મથકે આશરે બે મહિના અગાઉ ‘લોટા ગેંગ’ વિરુદ્ધ BNS કલમ-૩૧૬(૨), ૩૧૮(૪) અને ૫૪ મુજબ ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો, જેમાં નાસતા-ફરતા આ આરોપી સામે નામદાર કોર્ટમાંથી BNSS-72 મુજબનું વોરંટ મેળવી તેને નાસતો-ફરતો જાહેર કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(રિપોર્ટ : બાબુભાઈ આહીર)
![]()
