ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને વિકાસકાર્યનું કરાયું લોકાર્પણ. દશમા વર્ષે શિવ મહાપુરાણ નું દાતા પરિવારો દ્વારા કરાયું આયોજન. રાપર શહેરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૪-૨૫ હેઠળ જાગેશ્વર મહાદેવ મંદિર ખાતે વિસાળ ભવ્ય ૧૭ લાખ નાં ખર્ચ પતરા નાં શેડ( કથા મંડપ )નું રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બી. જાડેજા દ્વારા ઉદઘાટન કરાયું હતું સાથો સાથ સતત દસ વર્ષ થી યોજાઈ રહેલી શિવ મહાપુરાણ કથા નું દીપ પ્રાગટ્ય કર્યું હતું.
જાગેશ્વર મહાદેવ મંદિરે દશમા વર્ષે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ. આ જ પાવન અવસરે શ્રી જાગેશ્વર મહાદેવ મંદિર ખાતે સતત દશમા વર્ષે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી શિવ મહાપુરાણનું શ્રવણ કરી રહ્યા છે.
કથાકાર શ્રી અજયપ્રસાદ મનસુખપ્રસાદ રાજગોર (લલીયાણા વાળા) દ્વારા શિવ મહાપુરાણના વિવિધ પ્રસંગો, ભગવાન શિવની મહિમા, ભક્તિ, ધર્મ, સદાચાર તથા સનાતન સંસ્કૃતિના મૂલ્યોને સરળ અને રસાળ શૈલીમાં ભાવિકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. કથા દરમિયાન ભગવાન શિવના વિવિધ ચરિત્રો અને ભક્તિ પ્રસંગોનું વર્ણન થતાં મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે.
કથાના આચાર્ય તરીકે શ્રી મનસુખભાઈ રતીલાલ બાસપીયા સેવા આપી રહ્યા છે. કથાના વિવિધ પ્રસંગો દરમિયાન ભક્તો શ્રદ્ધાપૂર્વક કથાનું રસપાન કરી રહ્યા છે અને શિવભક્તિના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠે છે.
મહોત્સવના દીપ પ્રાગટ્ય પ્રસંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચારણ ઋષિ સામતભા બાપુએ પણ હાજરી આપી ભાવિકોને આશીર્વાદ પાઠવ્યા હતા.
મનોરથી પરિવારોનો સહયોગ
આ ધાર્મિક જ્ઞાનયજ્ઞને સફળ બનાવવા નવુભા ભીખુભા વાઘેલા (સુવિધા ગેસ્ટ હાઉસ, રાપર), MOMAI CONCRETE, મોવાણા, હિતેશભાઈ મૂળજીભાઈ પલણ (બીનહરીફ દાબેલીવાળા, ગાંધીધામ) અને પ્રકાશભાઈ પાંચાભાઈ સાંઢા (પટેલ પ્લાયવુડ એન્ડ ગ્લાસ, રાપર) સહિતના મનોરથી દાતા પરિવારો ધ્વરા આ સફળ આયોજન કરાયું જેને વિશ્વવંદનીય પૂજ્ય સંતશ્રી મોરારીબાપુના આશીર્વાદ પણ આ ધાર્મિક આયોજનને પ્રાપ્ત થયા છે.
શ્રી જાગેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાઈ રહેલા આ ધાર્મિક મહોત્સવમાં રાપર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ભાવિકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. આયોજકો દ્વારા સર્વે ધર્મપ્રેમી ભક્તોને પરિવાર સાથે ઉપસ્થિત રહી શિવ મહાપુરાણ કથાના જ્ઞાન અને ભક્તિનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.
કથા વિરામ બાદ દરરોજ ભાવિક ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે લોકાર્પણ અને કથા પ્રાંરભે તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ ઢીલા, નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે, ભીખુભા સોઢા,ઉમેશભાઈ સોની,ડોલરરાય ગોર, કેશુભા વાઘેલા,મહેન્દ્રસિંહ વાઘેલા, શક્તિસિંહ જાડેજા, અરવિંદભાઈ સુરાણી, યસ રાજગોર,કમલસિંહ સોઢા,પ્રદીપસિંહ સોઢા,ગુમાનસિંહ સોઢા, કાનજીભાઈ, ગૌતમ ભાઈ શાસ્ત્રી, અલ્પેશ મારાજ,રતનભાઈ ગોહિલ, સહિત નાં આગેવાનો જોડાયા હતા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મદુભા વાઘેલા એ કર્યું હતું. (રિપોર્ટ: બાબુભાઈ આહીર)
![]()
