15 હજારથી વધુ લોકોએ પ્રસાદનો લાભ લીધો, 40 હજારથી વધુ લોકોએ દર્શન કરી મેળાની રંગત માણી..
રાપર તાલુકા નાં વ્રજવાણી ખાતે આવેલ આસ્થા તીર્થ સતી સ્મારક ખાતે આહીર સમાજ દ્વારા આયોજિત ભવ્ય ધાર્મિક-સામાજિક મેળામાં કચ્છ સહિત ચોરાડ, વઢિયાર, પાટણ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આહીર સમાજ સહિત તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આસ્થા, ભક્તિ અને સામાજિક એકતાનો માહોલ જોવા મળ્યો હતો.
કાર્યક્રમ મા ત્રિકમભાઈ છાંગા મિનિસ્ટર…(શિક્ષણ અને ટેકનિકલ વિભાગ ) , દેવજીભાઈ વરચંદજી, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ,રાણાભાઇ માદેવાભાઈ આહીર પ્રમુખશ્રી. ધનજીભાઈ કેરાસિયા. મંત્રી.
તેમજ , આણંદાભાઈ માતા રતનાલ, નારણભાઈ પટેલ અમરાપર ખડીર.. ભચાભાઈ આહીર સાંતલપુર. તેજાભાઈ કાનગડ પ્રમુખ આહીર બોર્ડિંગ અંજાર, મુરજીભાઈ મ્યાત્રા, રામભાઈ આહીર તાલુકા પંચાયત પ્રમુખ રાધનપુર. જીવણભાઈ ધોકાવાડા, રૂપેશભાઈ પટેલ ખડીર, ખેંગારભાઈ રણછોડભાઈ, માદેવભાઈ ગવરીપર, કાનજીભાઈ રાપર, વાલાભાઈ માસ્તર. ગણેશભાઈ વ્રજવાણી સરપંચ.. ભૂરા સામતા કોલી, કાનાભાઈ કુમ્ભારીયા.. સામજીભાઈ ભૂરાભાઈ ડાંગર. અરજણભાઈ વૌવા…. નામેરીભાઈ, છગનભાઇ પરડવા, નાગદાનભાઈ, વસતાભાઈ,વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિએ ધાર્મિક માહોલને વધુ ભવ્ય બનાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન શામજીભાઈ ડાંગર, માધાપર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ કાનજીભાઈ આહિરે કરી હતી.

આહીર સમાજના કલાકારો દ્વારા રાસ-ગરબાની રમઝટ બોલાવવામાં આવતા સમગ્ર મેળો સંગીત અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ રાસ-ગરબાનો આનંદ માણી મેળાની રંગત માણી હતી.
આ ભવ્ય મેળામાં 15 હજારથી વધુ લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો, જ્યારે 40 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મોટી સંખ્યામાં લોકોની હાજરીને પગલે સમગ્ર આયોજન આહીર સમાજની એકતા અને સામાજિક સમરસતાનું પ્રતીક બની રહ્યું હતું.
(રિપોર્ટ : બાબુભાઈ આહીર)
![]()
