રાપરથી સલારી ગામ તરફ ઘરે પરત ફરી રહેલા યુવાનને લાલાસરી નજીક અકસ્માત નડ્યો ! મળતી પ્રાથમિક માહિતી મુજબ રાપરથી અંદાજે ૧ થી ૨ કિલોમીટર દૂર લાલાસરી પાસે બાઇક ચલાવતી વખતે યુવાને બાઇક પરથી કાબુ ગુમાવ્યો હતો. બાઈક પરનો કાબુ ગુમાવતા બાઈક સીધું રોડની સાઈડમાં લગાવવામાં આવેલા બોર્ડ સાથે અથડાયું હતું. અકસ્માતની જોરદાર ટક્કરથી યુવાન ઘટના સ્થળ પર જ ઢળી પડ્યો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

રાપર સરકારી હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનો આક્ષેપ..
અકસ્માતમાં સ્થળ પર જ યુવકનું મોત છતાં પોલીસને જાણ કર્યા વગર મૃતદેહ રીફર કરાયો હોવાનો પરિવારનો આક્ષેપ..
રાપર તાલુકાના સલારી ગામના સામજી ગણેશા કોલી નામના યુવકનું કલ્યાણપર નજીકના લાલાસરી વિસ્તાર પાસે બાઈક બોર્ડ સાથે અથડાઈ દીવાલ સાથે ટકરાતા કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ મૃતદેહને 108 એમ્બ્યુલન્સ મારફતે રાપર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ મૃતક ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હોવા છતાં રાપર સરકારી હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબ દ્વારા પોલીસને જાણ કરવાની અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની જગ્યાએ મૃતદેહને રીફર કરી દેવાયો હોવાનો પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
પરિવારજનોના જણાવ્યા મુજબ, 108ના બે ઈએમટી દ્વારા પણ યુવકનું મોત થઈ ચૂક્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સરકારી હોસ્પિટલ નજીક આવેલી ખાનગી હોસ્પિટલના એમ.ડી. તબીબે પણ યુવકને મૃત જાહેર કર્યો હતો.
આ સમગ્ર મામલે રાપર સરકારી હોસ્પિટલના તબીબ કુલભૂષણ પટેલની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. આક્ષેપ મુજબ, મૃતદેહને બોટલ ચડાવીને પોસ્ટમોર્ટમની કાર્યવાહી ટાળવા માટે રીફર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પરિવારજનોને મૃતદેહ ઘરે લઈ જવા અને આજે પોસ્ટમોર્ટમ નહીં થાય તેવું કહેવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ છે.સાથે મરનાર યુવક નાં ખીચા માં રૂપિયા પણ હતા જે પણ ગુમ હોવાનું પરિવાર જનો એ જણાવ્યું હતું.

આ વાતને લઈને પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને હોસ્પિટલ ખાતે હંગામો સર્જાયો હતો. પરિવારજનોના વિરોધ બાદ અંતે ડોક્ટર ધ્વરા પોલીસને જાણ કરવામાં આવી હતી અને જાણવા જોગ નોંધ કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અકસ્મિક મોતના બનાવમાં પોલીસને જાણ કરવી, જરૂરી તબીબી પ્રક્રિયા કરવી અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી અંગે યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી હોય ત્યારે સમગ્ર મામલે રાપર સરકારી હોસ્પિટલની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
(રિપોર્ટ : સુરજ લુહાર)
![]()
