ભચાઉ તાલુકાના મનફરા ગામમાં રેતીચોરી, માટીચોરી સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને મારામારીના આક્ષેપો સાથે ગ્રામજનોએ પોલીસ સમક્ષ રજૂઆત કરી છે. તા. ૨૮ ઓગસ્ટે અરજણભાઈ ઉપર જીવલેણ હુમલો કરાયો હોવાનો આક્ષેપ છે, જેમાં તેમને ગંભીર ઈજાઓ થતાં ભુજની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે કેટલાક તત્વો રાજકીય વગના આધારે ગામમાં ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે અને વિરોધ કરનાર ખેડૂતો તથા ગ્રામજનો સાથે મારામારી કરે છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી, તેમજ ગામમાં કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ સુરક્ષા વધારવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કાયદા મુજબ પાસા, તડીપાર સહિતની પ્રતિબંધાત્મક કાર્યવાહી કરવાની પણ ગ્રામજનોએ માંગ કરી છે.
(રિપોર્ટ : સૂરજ લુહાર)
![]()
