રાપર: શહેરની મધ્યમાં આવેલા સાર્વજનિક બગીચાની હાલની દયનીય સ્થિતિ સુધારવા તેમજ ત્યાં વધી ગયેલાં બાવળ અને ઘાસની સફાઈ કરવા બાબતે આમ આદમી પાર્ટી રાપર તાલુકા દ્વારા ચીફ ઓફિસર તથા પ્રમુખશ્રી રાપર નગરપાલિકા સમક્ષ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
બગીચાની નિયમિત જાળવણી અને સમયસર સફાઈ ન થવાને કારણે સમગ્ર બગીચા પરિસરમાં મોટા પ્રમાણમાં બાવળ તથા ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યા છે. જેના કારણે સ્થાનિક નગરજનો, વરિષ્ઠ નાગરિકો અને નાના બાળકો માટે બગીચાનો ઉપયોગ કરવો મુશ્કેલ બની ગયો છે. વધુમાં, આવી સ્થિતિને લીધે બગીચો અસામાજિક તત્વોનો અડ્ડો બનતો જઈ રહ્યો છે..
તેમજ સાપ, વીંછી જેવા ઝેરી જીવજંતુઓનું નિવાસસ્થાન બની જવાની દહેશત છે, જેનાથી નગરજનોની સુરક્ષા અને આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે.
રાપર નગરપાલિકા દ્વારા આ બગીચામાં તાત્કાલિક ધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે. જો નગરપાલિકા દ્વારા આ કામ થઈ શકે તેમ ન હોય, તો શહેરીજનોના હિત અને પર્યાવરણની જાળવણી કાજે આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા સ્વૈચ્છિક શ્રમદાનથી સમગ્ર બગીચાની સફાઈ કરવાની વહેલી તકે મંજૂરી આપવામાં આવે.
જનહિતના આ મહત્વપૂર્ણ પ્રશ્ને નગરપાલિકા તંત્ર દ્વારા સત્વરે હકારાત્મક નિર્ણય લઈ પગલાં ભરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
ભરત ગોહિલ આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ રાણાભાઇ ડુંગરાણી રાપર શહેર પ્રમુખ આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી કાંતિભાઈ ગોહિલ તથા નવીનભાઈ મકવાણા હાજર રહ્યા હતા.
(રિપોર્ટ : બાબુભાઈ આહીર)
![]()
