સેવા, સમર્પણ અને સંગઠનના સંકલ્પ સાથે બસ સ્ટેશન વિસ્તારમાં સફાઈ અભિયાન યોજાયું
ભચાઉ: પ્રદેશ ભાજપની સૂચના અનુસાર ભચાઉ શહેરમાં દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા અભિયાન યોજવાનો પ્રારંભ કરવામાં આવ્યો. આ અંતર્ગત આજે ભચાઉ બસ સ્ટેશન વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા સહિત પ્રદેશ ભાજપ, જિલ્લા ભાજપ, તાલુકા ભાજપ અને શહેર ભાજપના હોદ્દેદારો તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાથે જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં શનિષ્ઠ અને વરિષ્ઠ કાર્યકર્તાઓ જોડાયા હતા. સ્વચ્છતા અભિયાન દ્વારા સેવા, સમર્પણ અને સંગઠનનો વ્યાપ વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભાજપ કાર્યકર્તાઓ દ્વારા બસ સ્ટેશન વિસ્તારની સફાઈ કરી સ્વચ્છતા જાળવવા અંગે લોકોને પણ જાગૃત કરવામાં આવ્યા હતા. દર મહિનાના પ્રથમ રવિવારે આ પ્રકારનું સ્વચ્છતા અભિયાન ચાલુ રાખવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.
(રિપોર્ટર : અનિલ ઠક્કર)
![]()
