ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ રબારીના અમદાવાદના સીબીડી મોલમાંથી કથિત અપહરણના મામલે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ગામમાં તંગદિલી સર્જાઈ છે. હાઈપ્રોફાઈલ ઘટનાને પગલે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સિનાડ ગામમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.
દરમિયાન સિનાડ ગામના લાખણેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જઈ રહેલા લોકોને પોલીસે રોકતાં મામલો ગરમાયો હતો. પોલીસ અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી બાદ ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિ વધુ વણસતાં ઉશ્કેરાયેલા ટોળાએ રાધનપુરના PSI એચ.વી. ચૌધરી પર હુમલો કર્યો હતો. હુમલામાં PSI ચૌધરીને હાથના ભાગે ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.
ઘટનાને પગલે ગામમાં તણાવનો માહોલ સર્જાયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સિનાડ ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ પોલીસ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
(રિપોર્ટ : પ્રકાશજી ઠાકોર-પાટણ)
![]()
